હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

ઓરીગામી – કબુતર – 2

કબુતર

કબુતર - 2

One response to “ઓરીગામી – કબુતર – 2

 1. pragnaju એપ્રિલ 25, 2009 પર 4:52 એ એમ (am)

  કબુતર યાદ આવી ગયું
  કબુતર…

  આઠ વર્ષ પછી તેને ફરી એક વાર રજા મળવાનો ચાન્સ ઉભો થયો હતો. લશ્કરી થેલો તૈયાર કરીને તે સૈન્યના અફસર પાસે થોડા દિવસની રજા માંગવા ગયો. હમણા યુધ્ધ વિરામ જેવો ભાષ થતો હતો. આઠ વર્ષ પહેલા તે આજ થેલો લઇને બે ત્રણ દિવસની રજા લઇને ગયો હતો. પત્નિ સાથે ગુજારેલા એ મીઠા સંસ્મરણો વાગોળતો રહ્યો. એક વાર બપોરે તે આરામથી સુતો હતો અને અચાનક આંખ ખુલી તો જોયું પત્નિ તેની લશ્કરી વર્દિ પહેરીને લશ્કરનો થેલો પીઠ પાછળ લટકાવી અરિસામાં પોતાને નિહાળી રહી હતી. તેને ઉભા થઇ અચાનક જઇ પાછળથી જકડી લીધી હતી. તે સુંવાળો સ્પર્શ હજી પણ ભુલી શક્યો ન હતો. તેની પત્નિએ આંબલીના ઝાડ સામે ઇશારો કરીને કહેલું કે મને ખાટું ખાવાની બહુ ઇચ્છા થઈ રહી છે. તેનો ગર્ભિત ઇશારો તે સમજી ગયો હતો અને તેને પત્નિને વધારે કસીને જકડી લીધી હતી.

  સૈગોન શહેરમાં તેને મહિનાઓ સુધી છુપાઇને રહેવું પડ્યું હતું. ફુટપાથ ઉપર અને હોટલની બહાર રાતો ગુજારવી પડી હતી. એક વાર તો તાન્સોન-ન્હાત શહેરના એમ્યુનીશન ડેપોમાં બોમ્બના ઢગલા વચ્ચે રાત ગુજારી હતી.તેની બેગમાં બોમ્બને નાકામ કરવા માટેના પાના હંમેશા રહેતા. સૈગોનથી વિંચ તરફ જ્યારે તેમની સૈન્ય ટૂકડી ટ્રકમાં જઇ રહી હતી ત્યારે તેને પત્નિની આંબલી ખાવાની ઇચ્છા વાળી વાત યાદ આવી ગઇ. રસ્તામાં એક જગ્યાએ તેને એક નાની ઢીંગલી ખરિદી હતી.

  રજાઓ મંજુર થઇ ગયાના આનંદ સાથે તે પોતાના શહેર તરફ રવાના થઇ ગયો હતો. કદાચ તેને હવે તેના વિસ્તારમાં ’પ્રોડક્સન બ્રિગેડીયર લીડર’ તરીકે કામ સોંપવામાં આવશે તેવી તેને આશા હતી. યુધ્ધમાં તેઓ જીતી ગયા હતા. તેમના ખેતરોમાં હવે ખુબજ અનાજ પાકશે. હવે આનંદના દિવસો આવશે. જ્યારે તે ટ્રેઇનમાં વિન્હથીયાનથી હોઆ તરફ આવી રહ્યો હતો ત્યારે ટ્રેઇનના ડબ્બામાં બેઠેલી બેત્રણ આધેડ વયની સ્ત્રીઓ પાન ચાવતી ચાવતી એક પડોશણ સ્ત્રીની વાતો કરી રહી હતી કે તેના પતિની પાંચ વર્ષ રાહ જોયા પછી થાકીને તેને બીજા લગ્ન કરી લીધા હતા. આ વાત સાંભળીને તે થોડો અકળાઇ ગયો હતો. તેને થયું કે તેને વીતેલા આઠ વર્ષમાં સમય કાઢીને પત્નિને એકાદ પત્ર લખ્યો હોત તો સારૂં હતું.

  હવે તેનું ગામ સ્ટેશનથી ત્રણ જ કી.મી. દૂર હતું. આઠ વર્ષ પછી પણ ઘણું ખરુ જેમનુ તેમ જ હતું. નહેરને કીનારે કીનારે તે પોતાના ગામ તરફ જઇ રહ્યો હતો. બાજુની ઘટાટોપ ઝાડીમાંથી એક સફેદ કબુતર ફડફડાટ સાથે ઉડીને ગયું, તે પળ ભર ઉભો રહીગયો. તેને લાગ્યું, મારૂં સુખ અને આનંદ આમ કબુતરની જેમ ઉડી તો નહીં જાયને !

  થોડી જ પળોમાં તે તેના ઘરની સામે હતો. દરવાજાનો રંગ અને આંબલીનું ઝાડ આઠ વર્ષ પહેલા જેવાં જ હતાં. વરંડામાં તાર પર તેની પત્નિનું જુનું બ્લાઉઝ સુકાતું હતું. તેને બ્લાઉઝનો રંગ ઓળખતા વાર ન લાગી. બાજુમાં નાના બાળકનું નવું પેન્ટ સુકાતું હતું, તેને નીચે ઉતારી તે ઉંચાઇનો અંદાજ લગાવવા લાગ્યો ત્યાંજ એક બાળક દડે રમતો રમતો તેની સામે આવી ઉભો રહ્યો. બન્ને એક બીજાને જોઇ રહ્યાં. હવે તે પોતાના બાળક સામે હતો. બાળકને સમજતાં વાર ન લાગી કે વર્દિમાં સજ્જ તે માણસ તેનો પિતા જ હતો, કારણકે તેને તેની મા પાસેથી પિતા વિષે ઘણી વાતો સાંભળી હતી. હવે બાળકને થયું, તેને જલદીથી પોતાની માને આ ખબર આપવા જોઇએ, જે ગામના એક ચોકમાં યુધ્ધથી તારાજ થયેલા મકાનો અને રસ્તાઓ ના ખોદાણ કામમાં વ્યસ્ત હતી. બાળક અચાનક ગામના ચોક તરફ દોડી ગયો.તેને બુમ પાડીને રોકવાની ઇચ્છા થઇ, પણ તેને બાળકના નામની ક્યાં ખબર હતી ! તે પણ બાળકની પાછળ દોડતો દોડતો ગામનાં ચોક તરફ ગયો. ચોકમાં ખોદ કામ કરતા કરતા એક જીવતો બોમ્બ નીકળી આવ્યો હતો. સવારે પણ આવોજ એક બોમ્બ ફાટ્યો હતો, અને ત્રણ જણાનાં મ્રત્યુ થયાં હતા. તેની પત્નિ બોમ્બને નાકામ કરવાની જવાબદારી સંભાળી રહી હતી. લોકોના ટોળાને બાજુ પર હટી જવાનું કહીને તે બોમ્બની બાજુમા ઉભી હતી. પોતાના પતિને જોતાજ તે દોડીને તેની પાસે આવી અને બોલી “થોડીક મિનીટ, હમણાંજ હું પાછી આવું છું, આ બોમ્બ જરા જુદી જાતનો છે,M.K.-25, પહેલી વાર આ જોવા મળ્યો છે.” તેને કહ્યું ” મારા માટે નવો નથી, નિક્સનની હારી ગયેલી ફોજ પાછા વળતી વખતે જગ્યા જગ્યાએ આવા બોમ્બ પાથરતી ગઇ છે, બસ, આવા બોમ્બનું ઢાંકણુ ખોલીને છ આંટાં ડિટોનેટરના ખોલવાના, ખેર તું અહીં ઉભી રહે, હવે હું આવીગયો છું ને !”

  તે તેની પત્નિને ટોળા સાથે દૂર ઉભું રહેવાનું કહીને બોમ્બ પાસે ગયો, નીચે બેસીને લશ્કરી થેલામાથી પાનું કાઢ્યું, બોમ્બનું ઢાંકણું ખોલીને ડિટોનેટર ઉપર પાનું લગાવ્યું, તેને યાદ આવીગયું તેના બે મિત્રોથી થોડીક ગફલત થતા આવા બોમ્બને નાકામ કરવા જતા જાનથી હાથ ધોવા પડ્યા હતા, અને પેલું ફડફડા સાથે ઉડેલું સફેદ કબુતર પણ યાદ આવી ગયું…. તેને થયું આ કામ કરતાં પહેલા તેને પોતાના બાળકનુ નામ પૂછ્યું હોત તો સારું હતું !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: