હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

ઘોડો – ઓરીગામી

વલીભાઈની સાથે પાટણ ગયો હતો; ત્યારે તેમના ભત્રીજા અને આંખોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અનીસ મુસા પાસે આંખો તપાસાવી હતી – અલબત્ત મફતમાં જ!  અને સાથે બોનસમાં સરસ મઝાના, એક્સ-રે ફિલ્મના રક્ષણ માટે સાથે આવતા, પીળા રંગના, ખાનદાન કાગળોનું બંડલ પણ સાવ મફતમાં મેળવી લીધું હતું!

કેવો પાક્કો અમદાવાદી?

જો કે, અહીં ડો. અનિસ મુસાની ખાનદાનિયત કે, મફતના મહિમા કરતાં – અથવા આ અમાદાવાદી જણની ફિલમ ઉતારવા કરતાં, એ કાગળની ખાનદાની ફોકસમાં છે. (કેન્દ્ર સ્થાને?)

એમ કેમ?

હું ઓરીગામીનું કોઈ નવું મોડલ બનાવું;  તે્નો ત્રણ ચાર વખત મહાવરો સાદા કાગળ વાપરીને કરું; પછી આ ખાનદાન કાગળમાંથી મોડલ બનાવું – કેમેરામાં ઝડપવા અને અહીં મૂકવા. એના ફોલ્ડે, ફોલ્ડે ડો.અનીસ મુસા અને એમના આખા ખાનદાનને અંતરના આશિષ આપમેળે દિલમાંથી સરતા રહે છે. એ કાગળની કુમાશ અને છતાં કડકપણું ઓરીગામી માટે એકદમ શ્રેષ્ઠ હોય છે. ને પીળો રંગ હોવાના કારણે કેમેરામાં ઝડપાતું ચિત્ર પણ ઉમદા ઉપસી આવે છે.

કેટલાય સમયથી ઓરીગામીનો ઘોડો બનાવવા મન હતું; પણ કોઈ રીત મળતી ન હતી. આખરે હમણાં જૂના કાગળો ફંફોસતાં ઝીબ્રા બનાવવાની રીત મળી આવી. ઝીબ્રા તો ખાસ આકર્ષક ન બન્યું; પણ એ જ ખાનદાનનો ઘોડો બનાવવા સૂઝ્યું. થોડાક જ ફેરફાર અને સરસ મઝાનો ઘોડો ઊભરી આવ્યો.

લો બન્ને મોડલ હાજર છે.

ઓરીગામી ઝીબ્રા

ઓરીગામી ઝીબ્રા

ઓરીગામી ઘોડો

ઓરીગામી ઘોડો

3 responses to “ઘોડો – ઓરીગામી

 1. pragnaju સપ્ટેમ્બર 28, 2011 પર 2:20 પી એમ(pm)

  w o n d e r f u l……………..
  Pl make Origami that of hinnies
  Zebras and horses both belong to the family Equidae, and the genus Equus. However, they are different species – horses being E. caballus, and zebras E. burchelli (Burchell’s or plains zebra), E. grevyi (Grevy’s zebra), and E. zebra (mountain zebra). They are related closely enough that they are able to interbreed, producing a ‘zorse’ – however, like most hybrids, zorses are usually sterile. Zebras can also interbreed with donkeys (E. asinus), producing a ‘zeedonk’, and, of course, horses and donkeys can interbreed and produce mules (offspring of a male donkey and female horse) or hinnies (offspring of a male horse and female donkey)

 2. Pingback: હોબીવિશ્વ » Post Topic » અલ્પાકા - ઓરીગામી

 3. Bharat Pandya નવેમ્બર 9, 2011 પર 5:14 એ એમ (am)

  આ “ખાનદાની કaગળ” એટલે શું ?

  બાળકો ના પ્રતિભાવ સાચા હોય છે,રાજા નાગો છે એમ પણ એક બાળકેજ કહ્યું હતું ને ?

  ભરત પંડ્યા!

  ભરત પંડ્યા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: