મુલાકાતીઓ
- 61,911
વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો
આ સવાલ પહેલાં એક શુભ સમાચાર.
જૂનાગઢના સાવજ શ્રી. અશોક મોઢવાડિયા ‘ હોબી વિશ્વ’માં તંત્રી તરીકે આજથી જોડાયા છે. તેમને કોયડાઓનો ગજબનો શોખ છે. અને એમને સમય મળે તેમ, અહીં પીરસતા જવાના છે.
ગુજરાતી બ્લોગ જગતમાં આ નવું નજરાણું વાચક મિત્રોને જરૂર ગમશે; તેવી આશા અને અભિપ્સા છે.
જો કોઈ પણ મિત્રને આવા કોયડા વાચકોના લાભાર્થે મૂકવા હોય તો અમને જણાવશે , તો બહુ જ આનંદ થશે.
અને હવે લો! અશોકભાઈનો પહેલો કોયડો —-
——————————————–
’ધ ગ્રેટ ચેઈન પઝલ’ નામે ઓળખાતો કોયડો આજે આપની સમક્ષ. ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણેની ત્રણ ત્રણ અંકોડાવાળી પાંચ સાંકળને એકબીજા સાથે જોડી પંદર અંકોડાવાળી એક સળંગ સાંકળ બનાવવાની છે, એક અંકોડો તોડવા માટેનો ખર્ચ રૂ. ૧ અને ફરી તેને જોડવા માટેનો ખર્ચ રૂ. ૨ થાય છે. ઓછામાં ઓછા ખર્ચથી સળંગ સાંકળ બનાવવાની છે. કેટલો ખર્ચ થશે ? (માત્ર રકમ નહિ, વિગત પણ જણાવવી)
આપનો જવાબ રૂ. ૧૨ હોઈ શકે છે. પરંતુ હો.વિ.નાં બુદ્ધિશાળી વાચકો આટલા બધા પૈસા ખર્ચે ખરા ?! ખરો જવાબ એથી પણ ઓછો બેસે છે.
વિચારો અને લખો.
આને જ આનુશંગિક બીજો પ્રશ્ન પણ પૂછી લઈએ –
જો પાંચેય સાંકળોને માત્ર ભેળી જ રાખવાની હોય , અને સળંગ સાંકળ બનાવવાની જરૂર ન હોય , તો કેટલો ખર્ચ આવે?
જવાબ અહીં આપવાના છે.
વાચકોનો રસ જળવાઈ રહે તે માટે , કોમેન્ટો બંધ રાખી છે.
આ નવા વિભાગ અંગે કાંઈ સૂચન હોય, તો બે દિવસ પછી આ કોયડાના જવાબ આપીએ, ત્યારે ત્યાં તે આપવા વિનંતી.
Comments are closed.
આપની વાણી