હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

મરો યા મરો!

કેમ કશીક ભૂલ થયી લાગે છે ને?  ‘મરો યા મારો’ જોઈએ ?

ના.. જૂનાગઢી સાવજ તો એમ જ કહે કે,

મરો યા મરો;
આમ નહીં તો તેમ ! 

લો .. હવે આ જોક અને આડવાત બાજુએ મેલીને સીધો કોયડો જ….

—————————–

એક બુદ્ધિશાળી પ્રધાન હતા (અગાઉના જમાનામાં થતા હશે !!!), રાજાને તેની સાથે કશોક વાંધો પડ્યો તે ખોટો આરોપ લગાવી અને તેને ન્યાયાલયમાં રજુ કરાયો.  ન્યાયધીશ મહોદયે નિષ્કર્ષ કાઢતાં સૂચવ્યું કે રાજા એક ટોપલીમાં બે ચિઠ્ઠી લખીને નાંખે. એકમાં “ફાંસી” લખે અને બીજીમાં “નિર્દોષ” લખે. પ્રધાન જે ચિઠ્ઠી ઉપાડે તે તેનો ન્યાય થશે.

હવે પ્રધાને ધાર્યું હતું તેમ જ, રાજાએ બદદાનતથી બંન્ને ચિઠ્ઠીમાં “ફાંસી” લખ્યું !!!  (આ બદદાનત વાળા ’રાજા’ઓ આજકાલથી નથી !!!)

પ્રધાને એક ચિઠ્ઠી ઉપાડી…………………. અને ન્યાયધીશ મહોદયે તેને નિર્દોષ જાહેર કર્યો !!! પ્રધાને એવું તે શું કર્યું હશે ?

——–

– અશોક મોઢવાડિયા, જૂનાગઢ 

3 responses to “મરો યા મરો!

  1. sima shah માર્ચ 3, 2012 પર 4:50 પી એમ(pm)

    pradhan chitthi upadine khai gaya, etle baki vadhi te chitthi vanchine chukado jaher karvama aavyo.

  2. Pingback: મરો યા મરો! (જવાબ) « હોબીવિશ્વ

  3. Pingback: મરો યા મરો! – જવાબ | ગુગમ – કોયડા કોર્નર

%d bloggers like this: