હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

કુન્તા શાહની કળા

        ૧૯૩૯ માં મુંબઈમાં જન્મેલા કુંતા બહેન શાહ   એક  ડોકટર  પિતા  અને  કલાકાર  માતાનું સંતાન છે.  વિજ્ઞાનના  વિષયના  સ્નાતક હોવા છતાં, માતાની જેમ એમણે પણ કલામાં  રસ  લઈ,  કલાના  અનેક  ક્ષેત્રોમાં  કુશળતા હાંસલ કરી છે.

photo-10

તેમનું  એક  ચિત્ર …

3-e0aaa8e0ab8de0aaafe0ab81-e0aa88e0aaa8e0ab8de0aa97e0ab87e0aa82e0aaa1e0aaaee0aabee0aa82-e0aaace0aab0e0aaabe0ab8de0aaa5e0ab80-e0aa86

તેમનાં  અન્ય  ચિત્રો અને તેમના વિગતવાર પરિચય માટે  નીચેના શિર્ષક ચિત્ર પર ક્લિક કરોda11

Advertisements

એશિયન અમેરિકન નેટવર્ક

    મારી દીકરી ઋચા જ્યાં કામ કરે છે, ત્યાં – BNSF , Fortworth માં એશિયન અમેરિકન નેટવર્કને ઉત્તેજન આપતા કાર્યક્રમો દર સાલ યોજાય છે. ગઈકાલે યોજાયેલા આવા કાર્યક્રમમાં ‘ઓરીગામી’ અને ‘ટેન્ગ્રામ’ ના નિદર્શન કામમાં સેવા આપી શક્યો હતો. એ તક આપવા માટે ઋચાનો અને BNSF નો આભાર.

rucha

ori1ori2

એ કાર્યક્રમની અન્ય ઝલકો નીચેના સ્લાઈડ શો માં ….

This slideshow requires JavaScript.

 

પૂર્ણ વર્ગ શોધો – જવાબ

અહીં એ પ્રશ્ન પુછ્યો હતો….

સાચો જવાબ 

એક પણ નહીં

સાચો જવાબ આપનાર મિત્રો 

 1. બટુક ઝવેરી
 2. ચિરાગ પટેલ
 3. હર્ષદ કામદાર

કારણ? 

 • કોઈ પણ પૂર્ણ સંખ્યાના વર્ગનો એકમ આંકડો ( units) ૨, ૩, ૭ કે ૮ ન હોઈ શકે. આથી પહેલી ત્રણ સંખ્યાઓ સ્પર્ધામાંથી બાકાત!
 • ૯૯૯૯ ના અવયવો છે – ૩,૩, ૧૧ અને ૧૦૧ ….આથી તે પણ પૂર્ણ વર્ગ નથી.
 • ૧,૦૦,૦૦૦ ના અવયવો – ૨,૨,૨,૨,૨, ૫,૫,૫,૫,૫  ( પાંચ વખત ૨ અને પાંચ વખત ૫ )….આથી તે પણ પૂર્ણ વર્ગ નથી.

પૂર્ણ વર્ગ શોધો

 • ૫૧૨

 • ૨૦૪૮

 • ૩૭૭૩૭

 • ૯૯૯૯

 • ૧,૦૦,૦૦૦

ઉપરની સંખ્યાઓમાંની કઈ પૂર્ણ સંખ્યાનો વર્ગ છે?

લટકતો ચોરસ – જવાબ

અહીં પ્રશ્ન પુછ્યો હતો

જવાબ – બન્ને ક્ષેત્રફળ સરખા હોય.

સાબિતી

કેન્દ્રમાંથી મૂળ ચોરસની નીચેની બાજુ પર લંબ દોરો. ત્રિકોણ – ૧ અને ત્રિકોણ – ૨ ને સરખાવો.

લટકતો ચોરસ

   એક ચોરસના મધ્યબિંદુ આગળથી બીજો, એ જ માપનો ચોરસ લટકાવેલો છે. જો બીજા ચોરસને એ બિંદુ આગળ ગોળ ફેરવવામાં આવે તો ?sqare_area

 

વાદળી ભાગનું ક્ષેત્રફળ , લાલ ભાગના ક્ષેત્રફળ કરતાં વધારે, ઓછું કે, સરખું ?

જવાબ આવતીકાલે.

ક્ષેત્રફળ શોધો – જવાબ

લીલા ત્રિકોણનું ક્ષેત્રફળ –  ૯ 

કારણ?

લીલા ત્રિકોણની નાની બાજુ ચોરસની બાજુ કરતાં અડધી છે. માટે તેનું ક્ષેત્રફળ ચોરસના ચોથા ભાગનું થાય.

માટે ચોરસનું ક્ષેત્રફળ = ૧૬

માટે લીલા ત્રિકોણનું ક્ષેત્રફળ = ૯

બીજ ગણિતનો કોયડો – જવાબ

x = 49

આ કોયડા માટે ચીલાચાલુ બીજગણિતની રીત બહુ જ મુશ્કેલ છે – કદાચ અશક્ય

પણ iterative solution આ રહ્યું – સ્ક્રેચ પર કોડિંગ કરીને …..pzl3

કોડ વિગતમાં ….

pzl4

 

બીજ ગણિતનો કોયડો

x  ની કિમત કેટલી?

pzl2

ક્ષેત્રફળ શોધો.

લીલા, લાલ અને પીળા ત્રિકોણોના ક્ષેત્રફળ આપેલા છે. વાદળી ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું?

pzl1