Posted by
સુરેશ on
એપ્રિલ 29, 2020
સાભાર – શ્રી. જ્યોતીન્દ્ર શુકલ
પાંચ એક સરખા મશીન છે. દરેક મશીન એક સરખા બોલ બેરીંગ બનાવે છે. દરેક બોલ બેરિંગનું વજન એક ગ્રામ છે. એક મશીન બગડી ગયું છે એટલે એ ૦.૯ ગ્રામ વજનના બોલ બેરિંગ બનાવવા લાગ્યું. પણ કયું મશીન બગડ્યું છે એ ખબર નથી. માત્ર એક જ વખત વજન કરીને શોધી કાઢો કે કયું મશીન બગડેલું છે.
Posted by
સુરેશ on
એપ્રિલ 29, 2020
સાભાર – શ્રી. પ્રદીપ દવે
એક ટોપલીમાં ૨૫ સફરજન સમાય છે. તમે આવી ખાલી ટોપલીમાં એક એક કરીને કેટલાં સફરજન મૂકી શકો ?
Posted by
સુરેશ on
એપ્રિલ 29, 2020
Courtesey – Smt. Nita Bhatt
1111= R
2222=T
3333=E
4444=N
5555=O (તે અંગ્રેજી અક્ષર O છે, શૂન્ય નહીં)
તો
6666=?
Posted by
સુરેશ on
એપ્રિલ 29, 2020
સાભાર – શ્રીમતિ નીતા ભટ્ટ
એક શેઠ રોજની તારીખ હોય એટલા રૂપિયાનું દાન કરે છે. ૨૦૦૦ ની સાલમાં એક વખત તેમણે સળંગ પાંચ દિવસ દાન કર્યું -એનો કુલ ખર્ચ ૬૩ રુપિયા આવ્યો. તો કઈ તારીખે તેમણે દાન કરવાની શરૂઆત કરી હશે ?
આપની વાણી