હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Category Archives: પુંઠાકામ

પુંઠાના બોક્સની કળા

આ વિડિયો જુઓ –

એરિક એબર્ગની ચેનલ આ રહી

બનાવવાની રીત નીચેના વિડિયોમાં

Water guard

In our bathroom, the wash basin is just by the side of the commode. This used to result into water sprinkling over the bath tissue roll.

A simple water guard from plastic coated , think sheet ( extracted from a juice carton!) solved the problem –water_guard

એક બીજું ડેસ્ક

બીજું અને મોટું ડેસ્ક –

desk4

 

desk_3

      જમણી  બાજુનું ડેસ્ક પણ સ્ટોરેજ રેક પર સુશોભિત કરેલું પાટિયું લગાવી ટેલર-મેડ બનાવ્યું છે ! બહુ જ ઓછી જગ્યામાં મારી રોજની બધી ચીજો આવી જાય છે, અને ટેબલ ખુરશી કરતાં ઘણું વધારે અનુકૂળ છે.

ખોખામાંથી ડેસ્ક

આજે કોઈ જાતના ખર્ચ વિના આ બનાવ્યું.

desk

 

વેસ્ટમાંથી બેસ્ટ

     બે ચાર દિવસ પહેલાં વિચાર આવ્યો કે, પથારીમાં બેઠા બેઠા કોમ્પ્યુટર પર કામ કરું તો પીઠને વધારે સારો ટેકો અને આરામ મળે. ઘણાં વર્ષો પહેલાં એ માટે ફોલ્ડિંગ ડેસ્ક મારી પાસે હતી. પણ એ તો મકાન બદલ્યા બાદ ક્યાંય ગુમ થઈ ગઈ હતી. વોલમાર્ટમાં બહુ ફર્યો પણ એવી ડેસ્ક ન મળી તે ન જ મળી. ત્યાં મારા માનીતા હોબી સેક્શનમાં લટાર મારતાં સીલાઈ કામના વિભાગમાં કાપડની થપ્પીઓની બાજુમાં બે ખાલી  ફોર્મર પડેલાં હતાં. એની આજુબાજુ કાપડનો તાકો વિંટાળેલો હોય. પણ કાપડ વેચાઈ ગયું હશે, એટલે એ કચરાપેટીમાં જવાની રાહ જોઈ રહ્યાં હતાં!

cd1

મૂળ સામાન – આવા બે નંગ.

એ વિભાગનું કામ સંભાળતા કારકૂનને મેં પુછ્યું કે, “હું એ લઈ શકું? મારે એમાંથી એક પ્રોજેક્ટ કરવો છે.”

તેણે કહ્યું ,”ખુશીથી લઈ જાઓને; અમારે તો એ ડસ્ટ બીનમાં જ નાંખવાનાં  છે.”

અને ઘેર આવીને મારી વર્કશોપ ચાલુ થઈ ગઈ! આ ફાઈનલ લેપ ડેસ્ક …

cd2

આગળની બાજુ

 

cd3

પાછળની બાજુ

       એની ઉપર લગાવેલા પ્લાસ્ટિક કવરની કિમત નહીં જેવી છે. કારણકે, આખો રોલ એક ડોલરમાં ખરીદેલો હતો;  અને એનો  મોટો ભાગ તો રસોડાનાં કબાટોમાં શેલ્ફ લાઈનર તરીકે વાપર્યો હતો. માંડ ૨૦ સેન્ટ એની કિમત ગણાય.  અને પાછળની બાજુ પર સજાવટ કરી શેનાથી?  કચરામાં નાંખી દેવાનું એ શેલ્ફ લાઈનરનું પાછળનું નકામું પડ!

  આ પોસ્ટ એ લેપ ડેસ્ક પર કોમ્પ્યુટર રાખીને જ બનાવી રહ્યો છું!

cd4

ખોખાંને નવું રૂપ

ફેંકી દેવાના એક ખોખાંનો નવો  જન્મ . એ હવે દિવાન ખંડની શોભા વધારશે …

Box2

જૂનું ખોખું …


Box1

નવા રૂપ રંગમાં …

 

ખોખું

ચાલો આજે ખોખું બનાવવાનું શીખીએ.

સાભાર – શ્રી. પ્રવીણ ભટ્ટ 

box12 box2 box1

box3

box4

box5

box6

box7

box8

 

box9

box10

box11

 

બંદુક

      ગયા વિકેન્ડમાં એરિકના પુત્રો અને જયના મિત્રો, હન્ટર અને હેડન અમારે ઘેર રાતે સૂવા આવ્યા હતા. ત્રણેને ગન ફાઈટ કરવી હતી. ઘરમાં રમકડાંની ગન હતી; પણ એમને કાંઈક નવતર જોઈતું હતું. આવું હોય ત્યારે એ મંડળી મારી પાસે અચૂક આવી જાય.

     અને આપણે તો બાપુ પૂંઠા ભેગા કરીને મચી પડ્યા. ત્રણ ગન બનાવી આપી. એ મંડળી ખુશ ખુશ. જો કે, એની ઉપરનો શણગાર એમણે પોતપોતાની મરજી મૂજબ કર્યો અને …ગન ફાઈટ  ચાલુ !

    ઓલ્યા બે તો એમની અમૂલ્ય ગન લઈને વિદાય થયા. અમારે ઘેર જયની ગન આ રહી..

સ્ટીમર

જયના ‘ બર્મ્યુડા ત્રિકોણ’ માટે એક સ્ટીમર બનાવવાની હતી. જ્યુસના કાર્ટનમાંથી સરસ મજાની સ્ટીમર બનાવી દીધી.

સ્ટીમર

સ્ટીમર

એલિયન

ામ તો આ ઢીંગલા જેવા લાગે છે; પણ એ એલિયન છે. મારા દોહિત્ર જયના વિજ્ઞાન પ્રોજેક્ટ માટે એની કલ્પના મુજબ બનાવેલ પુરુષ અને સ્ત્રી એલિયનો …

જયની કલ્પનાના એલિયનો

જયની કલ્પનાના એલિયનો