હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Category Archives: પુંઠાકામ

સ્પેસશીપ – સુજાન-3

મારા દોહિત્ર જય અને તેના મિત્રો હન્ટર અને હેડનને રમવા માટે હું જાતજાતનાં પૂંઠાકામનાં મોડલો બનાવું છું. ક્રમે ક્રમે એમની ગુણવત્તા સુધરતી જાય છે.

બે દિવસથી એક નવું  સ્પેસશીપ બનાવી રહ્યો હતો; જે કાલે સાંજે મારા ઘરાકોને (!) સુપ્રત કર્યું ,,,

ઉપરથી બાજુનો દેખાવ

સુજાન-3 : ઉપરથી બાજુનો દેખાવ

બાજુનો દેખાવ

સુજાન-3 : બાજુનો દેખાવ

સામેથી દેખાવ

સુજાન-3 : સામેથી દેખાવ

જય આ મોડલથી એટલો તો બધો ખૂશ થઈ ગયો કે તેણે સર્ટિફિકેટ આપી દીધું –

‘ દાદા! યુ આર એ  જિનિયસ.’

અને દાદા તો ફૂલાઈને ફાળકો …

એણે એક અમૂલ્ય સૂચન પણ કર્યું કે, આ મોડલોને મારે સિરિયલ નામ આપવામાં જોઈએ, આથી આ મોડલને સુજાન-3 નામ આપવામાં આવ્યું છે.

અગાઉના બનાવેલા બે સ્પેસ શીપો જુઓ

સુજાન -1 : સુજાન -2

Advertisements

સ્પેસશીપ – સુજાન- 2

પુંઠાકામની કારીગિરી

સ્પેસ ટ્રેક

એકવીસમી સદીનાં અમેરિકન બાળકો

એમને સમજવાં છે?

જુઓ…  આ દાદાએ એના દોહિત્ર માટે, તેની કલ્પના મુજબ બનાવી આપેલાં …

  • સ્પેસ મુસાફરોનું  મેન્શન
  • સ્પેસ શટલ.

માઇનોર જેટ વાહનો તો મેન્શનની ઊપર અને અંદર પાર્ક કરેલાં છે!

( મેન્શન માટે ત્રણ ખોખાં અને સ્પેસ શટલ માટે એક ખોખું અને ગેટોરેડની ત્રણ બાટલીઓ વાપરી છે.)

સ્પેસ મુસાફરોનું મેન્શન

સ્પેસ મુસાફરોનું મેન્શન

સ્પેસ શટલ - સામેથી

સુજાન -1 : 

સ્પેસ શટલ – સામેથી
સ્પેસ શટલ - ઉપરથી

સુજાન -1 :

સ્પેસ શટલ – ઉપરથી
સ્પેસ શટલ - સામેથી

સુજાન -1 : સ્પેસ શટલ - સામેથી

અને આ મુસાફરો તો તેણે જાતે બનાવેલા છે. આ રહ્યા …

હવે પછીનો પ્રોજેક્ટ ……

આ મેન્શન અને સ્પેસ શટલની અંદરનાં ફર્નીશીંગ ……. સાહેબનાં સ્પેસિફિકેશન પ્રમાણે !!

સાહેબ મારી ઉપર ખૂબ ખુશ છે.  મેંન્શન એની ઊંચાઈ કરતાં પણ મોટું બન્યું છે;  સ્પેસ શટલનો કોકપિટ વાઈડ છે; અને બન્નેમાં ચઢવાની નિસરણીઓ છે !!

————————————

14 ઓગસ્ટ -2010 ના રોજ આ સ્પેસ શટલનું નામકરણ કરવામાં આવ્યું છે : સુજાન- 1