હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Category Archives: વાનગી

ગ્લુટન વિનાનો નાસ્તો

નીચેની ચીજોનું મિશ્રણ

  • ઉપર બતાવેક ક્રેકર
  • ટામેટું
  • ગ્રીઝનું છીણ
  • મીઠું
  • મરચું
  • મરીનો પાવડર
  • લીંબુંનો રસ
  • થોડીક ખાંડ

ફેન્સી કેક

ઇલિનોઇસના પાટનગર સ્પ્રીન્ગ ફિલ્ડમાં રહેતી અમારા કુટુંબની પુત્રવધુ પ્રાર્થના નિશાંત ભટ્ટ જાતજાતની કેક ( ખાસ તો બર્થ ડે કેક ) બનાવવામાં માહેર છે. એની કળા નીચે …

તડબૂચ કાપવાની અવનવી રીતો

ચીકા ચીકા બુમ બુમ સોસ અને ગેંડો

કેમ? નામ સાંભળીને નવાઈ લાગીને?
વાત માંડીને કરવી પડશે.
૬ – ડિસેમ્બરે અમારા બે અને અમારી દીકરી- જમાઈની સાગમટે લગ્નતિથી આવે છે. હવે એ ચાલુ દિવસે ક્યાંથી સમય મળે એટલે આજના શુભ, શનિવારી મુરતે મારી મનપસંદ હૉટલ – ‘ચુઈ’ માં મેક્સિકન ખાણું ખાવા ગયા હતા.
કેમ મનપસંદ, એ કહું.
આ એક જ રેસ્ટોરન્ટમાં ચીકા ચીકા બુમ બુમ સોસ મળે છે. એવો સરસ અને સ્વાદિષ્ઠ સોસ હોય છે કે, ખાધા જ કરો. જો કે, મફત અપાતી એપિટાઈઝર ચિપ્સ જોડે આ સોસ ન મળે. એની કિમ્મત વધારામાં ચુકવવી પડે. પણ એ ચૂકવીને પણ આ અમદાવાદીઓ એનો ‘ટેસ’ લેવાનું કદી ચૂકતા નથી. એન્ચિલાડા લો તો એની ઉપર મફતમાં આ સોસ રેડી આપે !
એના વિશે વિશેષ અહીં

હવે બાકી રહી ગેંડાની વાત.

અહીંની રેસ્ટોરન્ટમાં બાળક સાથે હોય તો એ વિતાડે નહીં માટે એને બીઝી રાખવા ( સોરી ! વ્યસ્ત શબ્દ માત્ર પંડિતોને જ ફાવે! ) કાગળ અને ક્રેયોન આપે ( અહીં ‘ચોક’ પથ્થર પર દોરવાના ચાક માટે જ વપરાય છે.) અમે ગયા ત્યારે બાળકોને જે કાગળ આપ્યો હતો, એમાં સરસ ચિત્ર બ્લેક એન્ડ વ્હાઈટમાં હતું. અમારાં બાળકો તો હવે યુવાનીમાં પ્રવેશવાની નજીક છે, એટલે એમને હવે એમાં રસ હોતો નથી, આથી મેં એ કાગળ ઊઠાવી લીધો અને એમાંથી બનાવ્યો આ..

અને એ ગેંડો અર્પણ છે-

નવા બુઝુર્ગ મિત્ર .. બાપ્પા હિમ્મત આતાને 

એ ૯૦ વર્ષના યુવાનનો બ્લોગ આ રહ્યો