હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Category Archives: સબટ્રેક્સ

સબટ્રેક્સ – કોયડો નં. 1 નો ઉકેલ

ઉકેલ

સબ ટ્રેક્સ કોયડો-1 : ઉકેલ

સબટ્રેક્સ, Subtrax

આ સોલ્ટર જેવી રમત છે. પણ ઘણા બધા વૈવિધ્યવાળી છે.

[ વેબ સાઈટ ]

બહારથી તે આવી દેખાય છે.

સબટ્રેક્સ - બહારથી

સબટ્રેક્સ - બહારથી

એનો ઘેરો વાદળી છેડો ખોલતાં, તેની અંદર નીચે મુજબ ખાનાં હોય છે.

સબટ્રેક્સ - અંદરનાં ખાનાં

સબટ્રેક્સ - અંદરનાં ખાનાં

કુંકરીઓના ખાનામાં 14 વાદળી અને એક નારંગી રંગની , એમ કુલ 15 કુંકરીઓ હોય છે. કાર્ડના ખાનામાં  કોયડાઓના 40 કાર્ડ હોય છે. તેમાં દર્શાવ્યા પ્રમાણે અલગ અલગ રીતે, કુંકરીઓને બોર્ડની ઉપર આપેલાં કાણાંઓમાં ગોઠવાવાની હોય છે.

જુઓ, પહેલા કોયડામાં નીચે મુજબ કુંકરીઓ ગોઠવવાની છે.

1

સબટ્રેક્સ - કોયડો : 1

રમત રમવાની શરતો નીચે મુજબ છે.

  • કોઈ પણ કુંકરીને બીજી કુંકરી ઉપરથી પાર કરીને, તેની બીજી બાજુ મૂકવાની હોય છે.
  • આમ કરતાં જે કુંકરી કુદાવી હોય તે રમતમાંથી દૂર કરવાની હોય છે.
  • બોર્ડ પર બતાવી હોય તે જ દીશામાં કુંકરી કુદાવી શકાય છે.
  • સૌથી છેલ્લે માત્ર નારંગી રંગની કુંકરી જ બાકી રહેવી જોઈએ.

આ કોયડાનો ઉકેલ આવતીકાલે ….

અને એક બીજી અગત્યની વાત….

આ કોયડો રમવા કે ઉકેલવા માટે જરુરી નથી કે, તમારી પાસે ઉપર બતાવેલો સેટ હોવો જ જોઈએ. સાદા કાગળ પર નીચેની આકૃતિ દોરી; એને પુંઠા પર ચિપકાવી તમારું બોર્ડ તમે જાતે પણ બનાવી શકો છો; અને કોઈ પણ કુંકરી વાપરી શકો છો. માત્ર એક કુંકરી અલગ રંગની હોવી જોઈએ.

સબટ્રેક્સ - જાતે બનાવેલું બોર્ડ

સબટ્રેક્સ - જાતે બનાવેલું બોર્ડ