હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Category Archives: સંજય પટેલ

લાકડાની ગુલાબ દાની – શ્રી. સંજય પટેલ

     શ્રી. સંજય નરોત્તમ ભાઈ પટેલ, ગ્રાન્ડ પ્રેરી આમ તો પ્લાસ્ટિક એન્જિનિયર છે, પણ તેમનો શોખ ‘લાકડાકામ’ છે!  એમના ઘરની પાછળ એમણે એક  મજબૂત શેડ જાતમહેનતથી  બનાવ્યો છે. એમાં વસાવેલી લાકડાકામની મશીનરી અને સાધનો જોઈને આપણે હેરત જ પામી   જઈએ.

    આ કામગરા કસબીએ નક્કર લાકડામાંથી કોરીને બનાવેલ આ ગુલાબ રાખવાનું સ્ટેન્ડ – ગુલાબ દાની જોઈને આપણને તેમની કળા અને ચિવટ માટે માન ઉપજી જાય.

Rose vase

‘એ કામગરા કસબી’ સંજય ભાઈનો એ શેડ અને એમની એક લાજવાબ તસ્વીર અહીં …..

Advertisements

કામગરો કસબી – સંજય

 ગ્રાન્ડ પ્રેરી, ટેક્સાસમાં રહેતા સંજયભાઈને ઘેર ગઈકાલે ગયો હતો; ત્યારે એમણે જાતમહેનતથી બનાવેલ આ બેક યાર્ડ – શેડ જોઈને એમને માટે બહુ જ માન થઈ ગયું.

image4 (1)

સ્લાઈડ શો માં વિગતે…

This slideshow requires JavaScript.

       સંજય નરોત્તમ ભાઈ પટેલ આ લખનારની જેમ નવરા ધૂપ સહેજ પણ નથી!   ૪૫ વર્ષના સંજય ભાઈ પ્લાસ્ટિક એન્જિનિયર છે, અને કમ્પનીના કામે દુનિયાના ઘણા દેશોની મુલાકાતે પણ જઈ આવેલા છે. શનિ- રવિની રજાઓમાં જાત મહેનત અને આવડતના જોરે, પાંચ મહિનાના વીક -એન્ડની મહેનતથી આ મજબૂત અને ઘણી સુવિધા વાળો શેડ/ વર્કશોપ તેમણે  પાયામાંથી  બનાવ્યો છે.

 અને…

સફાચટ માથું અને ક્લીન શેવના ચાહક સંજય ભાઈને ફેન્સી ડ્રેસના ચાળા  કરવાનો શોખ પણ છે !Sanjay_Patel

સંજય ભાઈની બીજી એક કામગીરી આવતીકાલે.