હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Category Archives: સમાચાર

એશિયન અમેરિકન નેટવર્ક

    મારી દીકરી ઋચા જ્યાં કામ કરે છે, ત્યાં – BNSF , Fortworth માં એશિયન અમેરિકન નેટવર્કને ઉત્તેજન આપતા કાર્યક્રમો દર સાલ યોજાય છે. ગઈકાલે યોજાયેલા આવા કાર્યક્રમમાં ‘ઓરીગામી’ અને ‘ટેન્ગ્રામ’ ના નિદર્શન કામમાં સેવા આપી શક્યો હતો. એ તક આપવા માટે ઋચાનો અને BNSF નો આભાર.

rucha

ori1ori2

એ કાર્યક્રમની અન્ય ઝલકો નીચેના સ્લાઈડ શો માં ….

This slideshow requires JavaScript.

 

Advertisements

નિમિષા દલાલની હોબી સામગ્રી

પ્રતિલિપિના તંત્રી શ્રીમતિ નિમિષા દલાલ સાહિત્ય કાર અને સાહિત્ય પ્રેમી તો છે જ. પણ

તેઓ  ‘હોબીકાર’ પણ છે !

તેમણે પ્રતિલિપિ માટે તૈયાર કરેલી સામગ્રી હવે નીચેના પાના પરથી પણ ઉપલબ્ધ થશે –

હોબી કોર્નર – નિમિષા દલા

વળી એક નવો ખજાનો

હોબી પ્રેમીઓ – આનંદો ….

MIT, Bostonમાં

પાંગરેલો એક નવો ખજાનો

instruct

આ ચિત્ર પર ક્લિક કરો.

એ વેબ સાઈટ પરથી – એના વિશે….

Our Story

The seeds of Instructables germinated at the MIT Media Lab as the future founders of Squid Labs built places to share their projects, connect with others, and make an impact on the world. One of these early places was a blog Zeroprestige, which was an open source hardware experiment for kitesurfing. Here they documented their hand-sewn kites, plywood boards, and other general mayhem that happens when PhDs and high winds collide.

As a result of freely sharing our work, we met a ton of great people, received great opportunities, and were smacked in the face with the need for a web-based documentation system.

આજે ત્યાં પ્રવેશ મેળવ્યો. આગે આગે… દેખા જાયગા !!

ગુજરાતીમાં શિક્ષણને સરપાવ

બહુ જ આનંદ પમાડે તેવા સમાચાર…

ગુજરાતીમાં શિક્ષણને લગતા વિડિયો બનાવવાનો ભેખ લીધેલ શ્રીમતિ હીરલ શાહ ( યુ.કે.) ના બેમિસાલ કામને યુ-ટ્યુબે સરપાવ આપ્યો છે.

    ‘યુ-ટ્યુબ’ ની શૈક્ષણિક બાબતોની ટીમે ‘ YouTube EDU’ કોમ્યુનિટીમાં એમની ચેનલને સ્થાન આપ્યું છે.

વિગતમાં સમાચાર આ રહ્યા…

ઈ-વિદ્યાલય વેબ સાઈટ

બાળ રમતો , ભાગ -૨

બાળરમતો , બાળકોના અભ્યાસ ક્રમો, બાળકોની જ વાતો કરતા ‘કમલેશભાઈ  ઝાપડિયા’  નો પરિચય પહેલા ભાગમાં કરાવ્યો હતો ….. અહીં.

આજે મન મહોરી ઊઠે એવું, આવું જ કામ કરતી  એવી બીજી વ્યક્તિનો પરિચય આપવાનો છે –

શ્રીમતિ  હીરલ શાહ ( અમદાવાદ) અને હાલ યુ,કે. માં

તેમણે બાળકો માટે ઘણા બધા વિડિયો બનાવ્યા છે.

તેમની ચેનલ આ રહી ( એની ઉપર ‘ક્લિક’ કરીને ‘ઈ- વિદ્યાલય’ પર પહોંચી જાઓ. )

hiral

થોડાક આ રહ્યા…

ગુજરાતી મુળાક્ષરો , કક્કો

આકારો 

ગુજરાત મોરી મોરી રે

એક ઝરણું દોડ્યું જાતું તું

ઉંચું ઉંચું ઉંટ

ટકા વિશે પ્રાથમિક સમજૂતી

આવું કામ કરવામાં રસ હોય
તે સૌને આમંત્રણ છે
– આ યજ્ઞ કાર્યમાં જોડાવા 

બાળરમતો

૬૮ વરસના આ બાળકને રમતો ગમે છે. બાળકો માટેનો એક બ્લોગ જોઈ મન મ્હોરી ઊઠ્યું.

લો ! રમો અને રમાડો – વ્હાલાં ભૂલકાંઓને ( અહીં ‘ક્લિક’ કરીને જ તો ! )

અને આ બ્લોગ પર બાળકો માટેની ઢગલાબંધ સામગ્રી છે. ગમે ત્યાં ‘ક્લિક’ કરો અને પહોંચી જાઓ –

પરીઓના દેશમાં

અને કોણ છે, એ બ્લોગર?

એક પ્રાથમિક શિક્ષક. શ્રી, કમલેશ ઝાપડિયા.

સલામ કમલેશ ભાઈને.
ગુજરાતીતાને જરૂર છે –
તમારા જેવા ૧૦૦૦ શિક્ષકોની. 

ગુજરાતી બ્લોગરો અને સાહિત્ય રસિકોને ઈજન છે. આ યજ્ઞ કાર્યમાં સાથ આપવાનું.

હોબીવિશ્વ – શુભ શરૂઆત

       પુત્રવત્ નેટમિત્ર ચિરાગ પટેલની વેબ સાઈટ ‘ઋતમંડળ’ પર ૪ જુલાઈ- ૨૦૦૯થી‘હોબીવિશ્વ’ પર નવરાશની પળોમાં રમેલી રમતો,  હોબીઓ, ક્રાફ્ટવર્ક વિ. સંઘરતો આવ્યો છું. આજથી ‘હોબીવિશ્વ’ સરનામું બદલે છે – નવી સજાવટ અને નવા મુખડા સાથે.

હોબીવિશ્વ – નવું સ્વરૂપ

નવા સરનામે પહોંચવા અહીં ‘ક્લિક’ કરો. 

આભાર ચિરાગનો અત્યાર સુધી આ સવલત પૂરી પાડવા માટે.

ઓરિગામી વર્કશોપ

ડલાસ ફોર્ટવર્થ મેટ્રોપ્લેક્સમાં દાદા ભગવાનના ઉપદેશો અને તેમના અક્રમ વિજ્ઞાનમાં વિશ્વાસ ધરાવતી વ્યક્તિઓનું એક ગ્રુપ છે- નામે ‘ડલાસ મહાત્મા’. આ ગ્રુપની એક પિકનિક શનિવાર તારીખ ૩૦ એપ્રિલના રોજ યોજાઈ હતી. આ પિકનિકની પ્રવૃત્તિઓમાં ઓરિગામિ વિશે  જાણકારી આપવાનું મને ઈજન મળ્યું હતું.

આ કાર્યક્રમ માટે મે ઓરિગામિ મોડલોનું એક ડિસ્પ્લે બોર્ડ બનાવ્યું હતુ. એની અને કાર્યક્રમની ઝલક  …..

ડિસ્પ્લે બોર્ડ

ડિસ્પ્લે બોર્ડ

ડિસ્પ્લે બોર્ડ - ડા્બું ફલક

ડિસ્પ્લે બોર્ડ - ડા્બું ફલક

ડિસ્પ્લે બોર્ડ - વચલું ફલક

ડિસ્પ્લે બોર્ડ - વચલું ફલક

ડિસ્પ્લે બોર્ડ - જમણું ફલક

ડિસ્પ્લે બોર્ડ - જમણું ફલક

ડિસ્પ્લે બોર્ડ્ને પવન સામે આધાર આપતા સ્વયંસેવકો

ડિસ્પ્લે બોર્ડ્ને પવન સામે આધાર આપતા સ્વયંસેવકો

શીખવામાં વ્યસ્ત બાળકો અને વાલીઓ

શીખવામાં વ્યસ્ત બાળકો અને વાલીઓ

મોડલો સમજાવતાં

મોડલો સમજાવતાં

બાળકોએ અને વાલીઓએ બહુ ઉત્સાહથી આ વર્કશોપમાં ભાગ લીધો હતો; અને જાતે મોડલો બનાવવાની મજા માણી હતી. મારું કામ પત્યા બાદ ગ્રુપના સંચાલક નરેન્દ્રભાઈએ પણ ઉત્સાહમાં આવી જઈને કાન ફડફડાવી શકે તેવું સસલૂં માત્ર ૩૦ સેકન્ડમાં જ બનાવતાં શિખવાડ્યું હતું.

આ તક મને આપવા માટે સમગ્ર ગ્રુપ અને ખાસ તો તેના સંચાલક શ્રી. નરેન્દ્ર તારપરા , શ્રીમતિ ત્રિવેણી તારપરા અને આ પિકનિકનું સંચાલન કરનાર યુવાન મિત્રો શ્રી. દક્ષેશ આચાર્ય અને શ્રી. શ્રીપાલ બગડિયાનો  હું આભારી છું.