હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Category Archives: સુરેશ જાની

મોઝેક ડીઝાઈન-4

મોઝેક-10

મોઝેક-10

ઓરીગામી – જેટ પ્લેન, Origami

થોડા દિવસ પહેલાં ચોપડી વાંચતો બેઠો હતો. કશાક કામ માટે ઉભા થવાનું થયું. હાજરમાં કોઈ બુકમાર્ક ન હતો. એટલે બાજુમાં પડેલા કાગળને એ માટે વાપર્યો. થોડી વારે પાછો આવ્યો, અને ચોપડીને બદલે એ કાગળ પર નજર ઠરી. સરસ જાડો ઈન્ડેક્સ પેપર હતો. મારી આદત પ્રમાણે એને થોડોક વાળી ઘાટ આપ્યો.

સાંજે દીકરીનો દીકરો સમર કોલેજમાંથી આવ્યો. એને એ આકાર ગમી ગયો અને મારી પાસેથી પડાવી લીધો! સરસ મજાના કલર કર્યા. એને નાનકડું રમવાનું જેટ પ્લેન મળી ગયું હતું. શનિવારે એના બે બાળમિત્રો અમારા ઘેર એની સાથે રમવા આવ્યા. એમને પણ એ પ્લેન ગમી ગયું અને મારી પાસે બીજા બનાવી આપવાની ઉઘરાણી કરી.

અને પછી તો પ્લેન બનાવવાની ફેક્ટરી જ ચાલુ થઈ ગઈ!

લો એ બધી ડીઝાઈનો માણો .

જેટ વિમાન -1
જેટ વિમાન -1
જેટ વિમાન - 2
જેટ વિમાન – 2
જેટ વિમાન - 3
જેટ વિમાન – 3
જેટ વિમાન - 4
જેટ વિમાન – 4
જેટ વિમાન - 5
જેટ વિમાન – 5

કુકડો – ઓરીગામી

 કુકડો

ઉડતો પોપટ – ઓરીગામી

ઉડતો પોપટ

પોપટના મોડલમાં પ્લીટ ફોલ્ડ ઉમેરી આ મોડલ બનાવ્યું છે.

ટેન્ગ્રામ – વૃધ્ધ માણસ

        વૃધ્ધ માણસ

પ્લેન – ઓરીગામી

પ્લેન- 1

પ્લેન -2

આ પ્લેન તમને કેવુ લાગ્યું?

ટેન્ગ્રામ – બીલાડી

         cat_1

પોપટ – ઓરીગામી

 

પોપટ

આ ડીઝાઈન તમંને ઓરીગામીની ચોપડીઓમાં  જોવા નહીં મળે.

ટેન્ગ્રામ – ચોરસ

     ટેન્ગ્રામ  ચાઈનીઝ  કોયડો છે. સાત જ મુળ ટુકડા વાપરીને હજારો જાત જાતના અને ભાત ભાતના આકારો બનાવી શકાય છે.  દરેક આકારમાં સાતે સાત ટુકડા વાપરવા ફરજીયાત હોય છે.ઓછા ટુકડા અથવા બે સેટ વાપરીને પણ આકારો બનાવી શકાય; પણ તે  ટેન્ગ્રામ ન કહેવાય. 

basic_square

    આ પાયાનો આકાર – ચોરસ છે.  હવે પછી વીધ વીધ આકારો અહીં દર્શાવવામાં આવશે.

સબમરીન – ઓરીગામી

 

SUBMARINE

સબમરીન

 

     આ મોડલ બનાવવાની રીત ચીલાચાલુ ઓરીગામી કરતાં સાવ જુદી પડી જાય છે –  જે મને અચાનક સુઝી હતી. સૌથી પહેલો ફોલ્ડ વીશીષ્ઠ રીતનો છે. એની જગ્યા બદલતાં જાતજાતના આકારવાળી સબમરીન બની શકે છે.

  ટેન્ક પણ આ જ રીતમાંથી બનાવેલી છે.