કોયડા કોર્નર

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

ડિનોસોરનું બચ્ચું – ઓરીગામી

અગાઉ ડિનોસોર બનાવ્યું હતું.

dinosaur

હવે એનાથી બહુ સહેલી રીતથી એનું બચ્ચું બની ગયું !

Dinosaur

જમાનાના વિકાસ સાથે હવે ફાયદો એ કે, હવે યુ -ટ્યુબ પર ઘણાં મોડલો બનાવવાના વિડિયો પણ મળી જાય છે. આ બચ્ચું બનાવવાની રીત…

 

Advertisements

ભારે બોલ – જવાબ

-નવ બોલમાંથી એક ભારે બોલ શોધી આપવાનો કોયડો અહીં મુક્યો હતો. આ રહ્યો…..

સાચો જવાબ –

ball1

શી રીતે? 

પહેલી વખત 

  • ત્રણ બોલ એક પલ્લામાં અને બીજા ત્રણ બોલ બીજા પલ્લામાં મુકો. ભારે બોલ વાળું પલ્લું નમી જશે.
  • ન નમે તો છ એ છ બોલ સરખા છે. માટે બાકીના ત્રણમાં ભારે બોલ છે.
  • આમ એક ભારે બોલ હોય તેવા ત્રણનું જૂથ અલગ પડી જશે.

બીજી વખત

  • ઉપરની રીત હવે એક એક બોલ માટે અજમાવો.
  • ભારે બોલ મળી જશે.

સાચો જવાબ આપનાર મિત્રો –

  • શ્રીમતિ દીપલ પટેલ
  • શ્રી. મહેન્દ્ર ઠાકર
  • શ્રી. બટુક ઝવેરી

ભાગ લેનાર અન્ય મિત્રો

  • શ્રીમતિ પ્રવીણા કડકિયા
  • શ્રી. પી.કે. દાવડા

અને……

ખાન એકેડેમી પરથી મળેલ આ કોયડાનો મસ્ત વિડિયો – બીજી પણ હિન્ટ સાથે –

 

ભારે બોલ શોધી કાઢો

ball

અને અલબત્ત,  કઈ રીતે?

ગણિત ગમ્મત – ૫૧ થી ૫૯, શા માટે?

૫૧ થી ૫૯ ના આંકડા વિશિષ્ઠ છે . આ રીતે  …..

પણ એમ કેમ?  આ કારણે …..

square

 

ગણિત ગમ્મત – ૫૧ થી ૫૯

૯ ના આંકડાની કરામતો તો ઘણી છે. પણ આ કરામત સાવ અવનવી લાગે તેવી છે –

પહેલા બે આંકડા સમાંતર શ્રેણીમાં ( linear order) છે.

ત્રીજો અને ચોથો આંકડો મળીને વર્ગ ( square) બનાવે છે.

      A       x        B   =

50

50

2500

51

51

2601

52

52

2704

53

53

2809

54

54

2916

55

55

3025

56

56

3136

57

57

3249

58

58

3364

59

59

3481

વળી બીજું એક જહાજ – ઓરીગામી

માલવાહક જહાજ બે ચોરસ કાગળ જેટલા લાંબા લંબચોરસ કાગળમાંથી બનાવ્યું હતું. પછી વિચાર આવ્યો કે, લગભગ એવા જ ફોલ્ડ જાળવીને A4 size ના કાગળમાંથી મોડલ બનાવું તો?  આ રહ્યું …

ship_1ship_2

મોર કે માલવાહક જહાજ ? – ઓરીગામી

  વોલમાર્ટમાં મનીઓર્ડર મોકલવા માટેની માહિતી આપતું ‘મફત’ બ્રોચર જોતાંની સાથે જ ગમી ગયું. સરસ મજાના વાદળી રંગનું હતું અને સ્ટેપલ વગરના ચાર ફોલ્ડ વાળું, લાંબું પણ હતું . વિચાર્યું , ‘સરસ મોર બની જાય.’ એક કોપી લઈ ઘેર લાવ્યો.

  મોર બનાવવાના સ્ટેપમાંના અડધા પત્યા ને વિચાર આવ્યો કે, ‘મોરની પાંખ બનાવવાની જગ્યાએ જરા જૂદા ‘ફોલ્ડ’ કરું તો?’

     અને લો…. માલવાહક જહાજ ( Cargo steamer ) બની ગયું. આ રહ્યું …

Cargo1

સામેથી જોતાંCargo2

ઉપરથી જોતાં

ત્રાજવાં ત્રોફાવો રાજ! – જાપાનીઝ સ્ટાઈલ !

સાભાર – ડો. કનક રાવળ

This slideshow requires JavaScript.

 

સાત વર્ષની બાળાની રંગોળી

સ્વરા ચિરાગ પટેલ ( Swara Chirag Patel) ની રંગોળી કળા……

[ થોડીક મદદ પપ્પાની … With little help from daddy.]

swara

રંગોળી – ૨૦૧૭, અમદાવાદ

સમય બદલાય, તેમ સ્વરૂપ બદલાય,  માળખાં બદલાય, ટેક્નિક બદલાય, કળાકારનો મુડ બદલાય.

પણ…

મૂળ તત્વ બહારી સ્વરૂપ નહીં,
ભીતરનો ભાવ હોય છે. 

આવા જ એક ભાવથી બનાવેલી  આ કલાકૃતિ – આ દિવાળી પર્વ પર નવલી ભેટ …

rangoli_1

કથરોટમાં રંગોળી

મૂળ ફોટો..

rangoli

અને કલાકાર છે – શ્રી. શૈલેશ પારેખની પૌત્રી રૈના

અને, આ પણ રંગોળી – હોબી પ્રોગ્રામિંગના માધ્યમમાં –

rangoli_2

આ રંગોળી પર ક્લિક કરી ઘણી બધી ઈ-રંગોળીઓ જાતે બનાવો !


શ્રી. શૈલેશ પારેખ ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરની રચનાઓના ગુજરાતી અનુવાદ માટે જાણીતા છે.

તેમનો પરિચય અહીં …