હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Tag Archives: Paper Craft

બંદુક

      ગયા વિકેન્ડમાં એરિકના પુત્રો અને જયના મિત્રો, હન્ટર અને હેડન અમારે ઘેર રાતે સૂવા આવ્યા હતા. ત્રણેને ગન ફાઈટ કરવી હતી. ઘરમાં રમકડાંની ગન હતી; પણ એમને કાંઈક નવતર જોઈતું હતું. આવું હોય ત્યારે એ મંડળી મારી પાસે અચૂક આવી જાય.

     અને આપણે તો બાપુ પૂંઠા ભેગા કરીને મચી પડ્યા. ત્રણ ગન બનાવી આપી. એ મંડળી ખુશ ખુશ. જો કે, એની ઉપરનો શણગાર એમણે પોતપોતાની મરજી મૂજબ કર્યો અને …ગન ફાઈટ  ચાલુ !

    ઓલ્યા બે તો એમની અમૂલ્ય ગન લઈને વિદાય થયા. અમારે ઘેર જયની ગન આ રહી..

એલિયન

ામ તો આ ઢીંગલા જેવા લાગે છે; પણ એ એલિયન છે. મારા દોહિત્ર જયના વિજ્ઞાન પ્રોજેક્ટ માટે એની કલ્પના મુજબ બનાવેલ પુરુષ અને સ્ત્રી એલિયનો …

જયની કલ્પનાના એલિયનો

જયની કલ્પનાના એલિયનો