હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Tag Archives: puzzle

મરો યા મરો!

કેમ કશીક ભૂલ થયી લાગે છે ને?  ‘મરો યા મારો’ જોઈએ ?

ના.. જૂનાગઢી સાવજ તો એમ જ કહે કે,

મરો યા મરો;
આમ નહીં તો તેમ ! 

લો .. હવે આ જોક અને આડવાત બાજુએ મેલીને સીધો કોયડો જ….

—————————–

એક બુદ્ધિશાળી પ્રધાન હતા (અગાઉના જમાનામાં થતા હશે !!!), રાજાને તેની સાથે કશોક વાંધો પડ્યો તે ખોટો આરોપ લગાવી અને તેને ન્યાયાલયમાં રજુ કરાયો.  ન્યાયધીશ મહોદયે નિષ્કર્ષ કાઢતાં સૂચવ્યું કે રાજા એક ટોપલીમાં બે ચિઠ્ઠી લખીને નાંખે. એકમાં “ફાંસી” લખે અને બીજીમાં “નિર્દોષ” લખે. પ્રધાન જે ચિઠ્ઠી ઉપાડે તે તેનો ન્યાય થશે.

હવે પ્રધાને ધાર્યું હતું તેમ જ, રાજાએ બદદાનતથી બંન્ને ચિઠ્ઠીમાં “ફાંસી” લખ્યું !!!  (આ બદદાનત વાળા ’રાજા’ઓ આજકાલથી નથી !!!)

પ્રધાને એક ચિઠ્ઠી ઉપાડી…………………. અને ન્યાયધીશ મહોદયે તેને નિર્દોષ જાહેર કર્યો !!! પ્રધાને એવું તે શું કર્યું હશે ?

——–

– અશોક મોઢવાડિયા, જૂનાગઢ 

(કોયડો) ભાઈ-બહેન

એક કુટુંબનાં બાળકોમાં દરેક છોકરાને જેટલા ભાઈ છે તેટલી જ બહેન છે. અને દરેક છોકરીને જેટલી બહેન છે તેથી બમણાં ભાઈ છે.

તો સવાલ : આ કુટુંબમાં કુલ કેટલા ભાઈ-બહેન હશે ? (અર્થાત કેટલા છોકરા ? કેટલી છોકરી ?)

સાંકળ સવાલ (જવાબ)

સાંકળ સવાલ નો જવાબ :

*

*

* જવાબ :

સવાલ (૧) ૯ રૂ|. 

સવાલ (૨) ૩ રૂ|.

આ જવાબનું ચિત્ર શ્રી.સુરેશભાઈએ મોકલ્યું છે. વિગતવાર સાચો જવાબ શ્રી.અતુલભાઈ, શ્રી.વિનયભાઈ અને શ્રી.શકિલભાઈએ મોકલ્યો છે. પ્રયત્ન કરનાર સૌ મિત્રોનો આભાર.

atul jani (Agantuk) [હોબીવિશ્વ] સાંકળ સવાલ
પ્રથમ સાંકળનો એક અંકોડો તોડો ૧ રુપિયો બીજી અને ત્રીજીં સાંકળને તે અંકોડાથી જોડો (કુલ અંકોડા સાત) ૧+૨=૩ રુપિયા પ્રથમ સાંકળનો બીજો અંકોડો તોડો ૩+૧=૪ રુપિયા ચોથી અને પાંચમી સાંકળને તે અંકોડાથી જોડો (સાત અંકોડા વાળી બીજી સાંકળ) ૪+૨=૬ રુપિયા ત્રીજા અંકોડાને તોડો ૬+૧=૭ રુપિયા બંને સાત અંકોડા વાળી સાંકળને તેનાથી જોડો ૭+૨=૯ રુપિયા


સળંગ સાંકળ બનાવવાનો ખર્ચ ૯ રુપિયા
બધી સાંકળોને માત્ર ભેગી જોડવાનો ખર્ચ ૩ રુપિયા
એ માટેનો તર્ક એક અંકોડો તોડો ૧ બાકીની બધી સાંકળો તેમાં લગાડીને જોડો ૧+૨=૩
વિનય ખત્રી [હોબીવિશ્વ] સાંકળ સવાલ
એક નંબરની ચેનની ત્રણે કડીઓ તોડાવો ખર્ચ – રૂ. ૧ને હિસાબે = રૂ. ૩/- એ ત્રણેય કડીઓને બાકીને ચાર ચેનને જોડવા માટે વાપરી લો. જોડવાનો ખર્ચ રૂ. ૨ને હિસાબે = રૂ. ૬ (પહેલી ચેનની તોડેલી ત્રણ કડીઓ આવી રીતે વપરાશે, કડી નં૧ ચેન નં ૨ અને ૩ને જોડવા, કડીનં ૨ ચેન નં ૩ અને ૪ને જોડવા માટે અને કડીનં ૩ ચેન નં ૪ અને ૫ને જોડવા વપરાશે) આમ, કુલ્લ ખર્ચ રૂ. ૯/-


સળંગ સાંકળ બનાવવાનો ખર્ચ 9
બધી સાંકળોને માત્ર ભેગી જોડવાનો ખર્ચ
એ માટેનો તર્ક પહેલી ચેનની એક કડી તોડીને તેની અંદર બાકીની ચારેય ચેન મૂકી જોડી દેવાથી બધી ચેન સાથે સચવાઈ જશે!
SHAKIL MUNSHI [હોબીવિશ્વ] સાંકળ સવાલ
ત્રણ કળી તોડી ને એક બીજા સાથે જોડી દેવા થી સળંગ સાંકળ બની શકે ત્રણ કળી તોડવાનો ખર્ચ = ૬ ત્રણ કળી જોડવાનો ખર્ચ = ૩ કુલ ખર્ચ = ૯


સળંગ સાંકળ બનાવવાનો ખર્ચ 9 રૂપિયા
બધી સાંકળોને માત્ર ભેગી જોડવાનો ખર્ચ ૩ રૂપિયા
એ માટેનો તર્ક એક કળી તોડી ને બઘી કડી તેના માં પરોવી દેવાથી બધી કળી જોડાય શકે એક કળી તોડવાનો ખર્ચ = ૨ એક કળી જોડવાનો ખર્ચ = ૧ કુલ ખર્ચ = ૩

અન્ય જવાબો:

DILIPKUMAR S . AMIN. [હોબીવિશ્વ] સાંકળ સવાલ
break four chains and join them again with next chain .Last chain reqoires this operation twice .Hence 5 x2=10 – 5×1 =5


સળંગ સાંકળ બનાવવાનો ખર્ચ RS 5/-
બધી સાંકળોને માત્ર ભેગી જોડવાનો ખર્ચ RS 4/-
એ માટેનો તર્ક itb requires breaking of 4 chains and making of 4 chains. hENCE EXPENSE WILL BE 4X2 -4X1 =4.
જે.એસ.ઓડેદરા [હોબીવિશ્વ] સાંકળ સવાલ
ચાર કળી તોડવાના ૪ ગુણા ૧ = ૪ જોડવાન =૮ ૪+૮=૧૨ એથીઓછા કેમ થાય.


સળંગ સાંકળ બનાવવાનો ખર્ચ ૧૨
બધી સાંકળોને માત્ર ભેગી જોડવાનો ખર્ચ
એ માટેનો તર્ક એક ખીલીમા બધીય ભેગી ટીંગાળી દેવાની
viral [હોબીવિશ્વ] સાંકળ સવાલ
1 conected 2 and 3 and 4 and 5


સળંગ સાંકળ બનાવવાનો ખર્ચ રૂ.6
બધી સાંકળોને માત્ર ભેગી જોડવાનો ખર્ચ 6
એ માટેનો તર્ક 1 conected 2 and 3 and 4 and 5

સાંકળ સવાલ

આ  સવાલ પહેલાં એક શુભ સમાચાર. 

     જૂનાગઢના સાવજ શ્રી. અશોક મોઢવાડિયા ‘ હોબી વિશ્વ’માં તંત્રી તરીકે આજથી જોડાયા છે. તેમને કોયડાઓનો ગજબનો શોખ છે. અને એમને સમય મળે તેમ, અહીં પીરસતા જવાના છે.

વાચનયાત્રા – અશોકભાઈનો બ્લોગ

   ગુજરાતી બ્લોગ જગતમાં આ નવું નજરાણું વાચક મિત્રોને જરૂર ગમશે; તેવી આશા અને અભિપ્સા છે.

   જો કોઈ પણ મિત્રને આવા કોયડા વાચકોના લાભાર્થે મૂકવા હોય તો અમને જણાવશે , તો બહુ જ આનંદ થશે.

અને હવે લો! અશોકભાઈનો પહેલો કોયડો —-

——————————————–

’ધ ગ્રેટ ચેઈન પઝલ’ નામે ઓળખાતો કોયડો આજે આપની સમક્ષ. ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણેની ત્રણ ત્રણ અંકોડાવાળી પાંચ સાંકળને એકબીજા સાથે જોડી પંદર અંકોડાવાળી એક સળંગ સાંકળ બનાવવાની છે, એક અંકોડો તોડવા માટેનો ખર્ચ રૂ. ૧ અને ફરી તેને જોડવા માટેનો ખર્ચ રૂ. ૨ થાય છે. ઓછામાં ઓછા ખર્ચથી સળંગ સાંકળ બનાવવાની છે. કેટલો ખર્ચ થશે ? (માત્ર રકમ નહિ, વિગત પણ જણાવવી)

આપનો જવાબ રૂ. ૧૨ હોઈ શકે છે. પરંતુ હો.વિ.નાં બુદ્ધિશાળી વાચકો આટલા બધા પૈસા ખર્ચે ખરા ?! ખરો જવાબ એથી પણ ઓછો બેસે છે.
વિચારો અને લખો.

આને જ આનુશંગિક બીજો પ્રશ્ન પણ પૂછી લઈએ –

જો પાંચેય સાંકળોને માત્ર ભેળી જ રાખવાની હોય , અને સળંગ સાંકળ બનાવવાની જરૂર ન હોય , તો કેટલો ખર્ચ આવે?

જવાબ અહીં આપવાના છે.

      વાચકોનો રસ જળવાઈ રહે તે માટે , કોમેન્ટો બંધ રાખી છે.

    આ નવા વિભાગ અંગે કાંઈ સૂચન હોય, તો  બે દિવસ પછી આ કોયડાના જવાબ આપીએ, ત્યારે ત્યાં તે આપવા વિનંતી.